*અહેસાન*
🌀🌀🌀🌀🌀
જીંદગી મારી પર એક અહેસાન કર કે,
મારા ગયાં પછી,
મને થોડુંક વધુ જીવ્યા જેવું
લાગ્યા કરે...!
થોડીક પળો ઉધારની આપ કે જીંદગી જીવ્યા જેવી લાગ્યા કરે...!
રહું છું કાયમ જ પ્રભુને ભરોસે,
થોડીક ખુદ્દારી આપ કે થોડુંક ખુમારી જેવું લાગ્યા કરે...!
કરી લીધો પ્રેમ એટલો ચકચુર,
કે મિઠાશનો અતિરેક ક્યારેક કડવાટ લાગ્યાં કરે...!
જીવું ના હું ક્યારેય કોઈના અહેસાન તળે
કે મને મારી આખી જીંદગી જ
ઉધારીની દેણ લાગ્યાં કરે....!
દુર રાખજે એવા દોસ્તોથી, જે ટાંણે કટાંણે દોસ્ત
હોવાનો દસ્તાવેજ માંગ્યા કરે...!
અહેસાનોના અહેસાન તળે જીવવી નથી આ જીંદગી,
હે પ્રભુ, તારા અહેસાનને, મારા હોંસલાફજાઈમાં ફેરવી નાંખજે ,
તો તારી રહેમત
જેવું કાયમ
લાગ્યાં કરે.....!
- ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*