આજ સુધી ખૂબ ભટક્યો માણસ,
આજે પાંજરે પૂરાયો છે.
પોતે કુદરત પર ખૂબ કેર વર્ત્યો,
આજે એનો વારો આવ્યો છે.
હજી પણ ભટકવું છે,
પણ લાચારીમાં બંધાયો છે.
સમજશે તો પામશે માણસ,
નહિ તો પોતાની સાથે બીજાની પણ જિંદગી ગુમાવશે માણસ.
કેમ કરી સમજાવવો?
કેમ કરી મનાવવો?
નહિ સમજે ,નહિ માને તો નિમિકા ,
ઘણું બધું ગુમાવશે માણસ.
#ભટકવું