"બસ ,હવે તો ઘર માં રહીએ આપણે ...."
સમજુ છીએ પણ અસમજુ ન બની હવે આપણી ...
ભણેલા છીએ પણ અભણ ન બની એ હવે આપણે ....
તકેદારી ને ધ્યાન માં રાખી ને
બારે પણ હવે ન નીકળી એ આપણે ...
બારે કોઈ મેળો ભારાયો નથી
જે જોવા જવા નું છે આપણે ...
નથી ઢોલ - નગાડા વગાડી રાસ ગરબા નથી રમવાના આપણે ...
કોઈ અબુધ વર્તન ન કરી એ આપણે ...
વિચારી એ થોડું દેશ અને પરિવાર નું પણ આપણે ...
આવી ભૂલો પણ થઇ પડશે જીવન પર ભારી ...
એ વાત ને પણ સમજી એ હવે આપણે ...
ભેગા ન થઇ એ ક્યારેય બધા હવે આપણે ...
થોડું તો માની એ સરકાર અને તંત્ર નું હવે આપણે ...
બની એ દેશ ના સજાગ અને સચેત નાગરિક હવે આપણે ...
ધ્યાન રાખી એ પોતાનું અને બીજા લોકો નું પણ આપણે ....
રમત નથી આ જિંદગી છે એ વાત પણ સમજી એ હવે આપણે ....
હારી જશુ બાજી જિંદગી ની તો ...
નહીં કોઈ દાવ મળે બીજો આપણે ને જિંદગી નો ...
એ વાત ને પણ સમજી એ હવે આજે આપણે ...
કોઈ ભય કે રોગ નો ડર નથી ફેલાવા નો આપણે ....
પણ સજાગતા અને સાવચેતી કેળવી એ હવે આપણે ...
કરોના ના રોગ ને જડમૂળ માંથી
ફેલાવતા રોકી એ હવે આપણે ....
બસ ,થોડા સમજદાર અને સાવચેત હવે બની એ આપણે ...
મળેલ સમય ને ઘર અને પરિવાર સાથે રહી ને ખુશી થી વિતાવી એ હવે આપણે ....
બસ ,હવે તો ઘર માં રહીએ આપણે ....ઘર માં રહી એ આપણે ....
હેતલ .જોષી ...રાજકોટ