Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતિનો ભાગ્યોદય ઇચ્છતી મહિલાઓએ લગ્ન પછી ક્યારેય ન પહેરવી આ વસ્તુઓ

ભારતીય સમાજમાં ધર્મ, જ્યોતિષ સાથે કેટીલક વસ્તુઓને સાંકળી લેવામાં આવે છે. જેની સાથે તમે જોડાયેલા હો તેના પર સીધી અસર પડે છે. આજે આપણે અજાણતા જ કેટલીક ભૂલો કરીએ છીએ જેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે તેની વાત કરીશુ. જીવનમાં કારણ વગરની સમસ્યા સર્જાય તે પહેલા જાણીલો આ વસ્તુઓ કઈ કઈ છે. મહિલાઓને માતા લક્ષ્મીજી સાથે સીધો સંબંધ છે. કેટલીક વસ્તુઓ કે નિયમોનું ઘરની સ્ત્રીઓએ પાલન કરવું જોઈએ.

સફેદ રંગની સાડી

આપણે ત્યાં જે મહિલાનો પતિ મૃત્યુ પામે છે તે મહિલા સફેદ વસ્ત્રો ધારણ કરે છે આમ સફેદ રંગ સુહાગન સ્ત્રીઓ માટે અશુભ માનવામાં આવે છે. ફેશન અને દેખાદેખીને અનુસરીને કેટલીક મહિલાઓ શોખથી સફેદ કપડા પહેરે છે સુહાગન સ્ત્રીઓએ સફેદ સાડી ધારણ ન કરવી જોઈએ. એવી માન્યતા છે કે સુહાગન સ્ત્રીઓ સફેદ વસ્ત્ર પહેરે તો દામ્પત્ય જીવનમાં તકરાર થાય છે.

સોનાની પાયલ

આજના સમયમાં કેટલીક મહિલાઓ પગમાં સોનાની પાયલ અને વીંછીયા પહેરે છે, આ સારૂ નથી કેમકે આવુ કરવાથી ધનકુબેર નારાજ થાય છેકહેવાય છે કે મહિલાઓએ કમરના ઉપરના ભાગે જ સોનાની વસ્તુઓ ધારણ કરવી જોઈએ. હો, જો ખુબજ શોખ હોય તો તમે ચાંદીની પાયલ પહેરી શકો છો. પગમાં સોનુ ધારણ કરવાથી દરિદ્રતા આવે છે.

કાળા રંગની ચુડી

બંગડીએ સુહાગનની નિશાની માનવામાં આવે છે. કપાળમાં બિંદી, ગળામાં મંગળસુત્ર, માથા પર સિંદૂર, આંખમાં કાજલ, તેમજ હાથમાં ચુડીને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. જે મહિલાઓ કાળી ચુડી પહેરે છે તેને અશુભ માનવામાં આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111372119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now