' બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી ,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી ,
' વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર ,
' છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી ,
' આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ,
' ખરી ગયું એ પાણી , એ યાદનથી ,
' આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર ,
' સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી ,
જે વરસામાં હું ભીંજાયો હતો દિલી થી ,
એ વરસ્યો તૉ ક્યારે એ યાદ નથી ,
જીવતા જીવતા ઈચ્છાઓને બધાની ,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી ,
' ઉભો નથી કતારમાં તારા મંદિર ઈશ્વર ,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી .