હુ તો ન બની શકી કવીતા,
એ તારી શાયરીમા રહેશે તો મને ગમશે....
હુ તો ન બની શકી ચરણોની ધૂળ,
એની સેંથીમા તુ સિંદૂર બની ચમકશે તો મને ગમશે....
હુંતો ન આવી કદી સ્વપ્નમા,
એ તારુ પૂર્ણ સ્વપ્ન બનશે તો મને ગમશે......
હુંતો ન રહી યાદોમા,
એ તારો સુંદર સાથ બનશે તો મને ગમશે....
હુ બસ રાધા હતી ને રાધા રહીશ,
એ તારી રુકમણી બનશે તો મને ગમશે......
હુ ફરી બસ મનના ફેરા,
એ સપ્તપદી ના ફેરા ફરી તારી બનશે તો મને ગમશે.
🍁