જીવન જવાબદારીઓ થી ભરેલું છે
બાકી બધું "બરાબર" છે
થાકી ગયો છું સંબંધો માં ખોટો દંભ કરીને
બાકી બધું "બરાબર" છે
દુખો ભુલી ને હસતાં શીખી લીધું આ દુનિયા માં
બાકી બધું "બરાબર" છે
સંબધો થઇ ગયા છે સ્વાર્થ ના બધા
બાકી બધું "બરાબર" છે
"વિનોદ " કરવાનું ભુલી ગયા છે મિત્રો
બાકી બધું "બરાબર" છે
પામી લીધું બધું જીવન માં ફક્ત તારી ખોટ છે
બાકી બધું "બરાબર" છે
#બરાબર