મન મંચ ન્યુઝ ના માધ્યમથી લોકડાઉન વિશે આટલી માહિતી પહોંચાડવાનો પ્રયાસ...
આ લોકડાઉન મા ધ્યાન રાખવા જેવી બાબતો :
1:
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડવાનો સમય હવે પુરો થઈ ગયો છે આ હવે ભારત અને કોરોના નો મામલો છે. તો સરકાર ની મદદ કરો.
2:
તમે મર્દ છો એ બતાવવા માટે બહાર ફરવુ નહી- કોરોના તમારી સાથે નહી લડે તે તમારી અંદર લડશે. તો વાઇરસ ને તમારા ઘરે પહોંચાડવા મા મદદ ન કરો.
3:
ઇટલી મા સરકારે લોકો ને ઘર મા રહેવા માટે રજા આપી અને લોકો એ પિકનીક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે.
4:
આજે ઇટાલી ના લોકો ઘર મા કેદ વીચારી રહ્યા છે કે 2 અઠવાડિયા પહેલા આ બધુ ખબર હોત તો ઘર મા જ રહેત. 2 અઠવાડિયા પછી તમારે શુ વીચારવુ છે તે તમારે આજે નક્કી કરવાનુ છે
5:
આપડી ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડાઈ લડવા માટે તમારી સામે મદદ નો હાથ લંબાવ્યો છે તો ફક્ત ઘર મા રહી ને ગરવી ગુજરાત ને મદદ કરો. કોરોના સામે ની લડાઇ મા તમે એક સૈનિક છો.
6:
સૌથી મહત્વની વાત
આજ સુધી કોરોના ના જોક્સ ફોરવર્ડ કર્યા હવે આવા માહિતી વાળા મેસેજ નો વારો છે. અને હા દુધ. અનાજ ની તંગી છે એવી અફવા ના મેસેજ આવે તો મોકલવા વાળા ને સહેજ ભારપૂર્વક સમજાવવા ની જવાબદારી તમારી છે. ઘેટા બકરા ની જેમ આવા મેસેજ ફોરવર્ડ નો કરો. એક વાત યાદ રાખો આજે ઇટાલી મા એક પુત્ર અને પીતા બંને દાખલ હતા આજે પુત્ર ને ખબર નથી કે તેના પીતા 3 દીવસ પહેલા જ મરી ગયા છે તો આ મજાક ની વસ્તુ નથી.
બાકી ના ડરો ના ડરાવો
અને એક સૌથી મોટી એક હિંદુ તરીકે ની અપીલ. આ દેશ મા હવે જો વાઇરસ ફેલાશે તો સરકાર ને નાછુટકે બધુ બંધ કરવુ પડશે. તો મારી અપીલ છે કે દેશ ના બધા મંદિરો મા કરોડો અબજો રુપિયા નુ દાન થાય છે. તો મારી એક વિનંતી છે કે દેશ ને આજે જરુર પડી છે તો દેશ ના બધા મંદિર તેમની એક મહીના ની આવક મા થી અન્નક્ષેત્ર ચાલુ કરે અને સરકાર ની દેખરેખ મા ગરીબો ને ત્યાં પ્લાસ્ટિક ના પેકીંગ મા જમવાનુ પહોચાડે. રોજ નુ કમાઇ ને રોજ ખાતા પરીવારો ના બાળકો ના પેટ ઠરશે તો જ લોકો એ આપેલા દાન નો મતલબ રહેશે..
જય હિંદ
જય ગરવી ગુજરાત
- એક ભારતીય.... મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ