એક દીવો લઈને હું આમ ચાલી,
લજ્જામાં સર્વોપરી શહેરમાં ખુલ્લેઆમ ચાલી.
.
શોધવા જિંદગીની રાહ પર ચાલવાનું કારણ,
એક મુસાફર બની હું બસ આમ ચાલી.
.
એકલા તો કેવી સફર સ્ત્રી જાતની હોય,
શોધવા એવા જવાબ સરેઆમ ચાલી.
.
એક દીવો લઈને હું આમ ચાલી,
સુરજ વિહોણા શહેરમાં ખુલ્લેઆમ ચાલી