શબ્દથી ભાષા બધાં સમજે અહીં,
મૌન તારૂં કોણ પ્રમાણી શકે?
ખોખલાં શબ્દોથી છલના સહુ કરે,
કોણ એના અર્થને પામી શકે?
ગાલ પર લાલી રમે એ જોઇને,
'છું સુખી હું' એમ સહુ નાણી રહ્યા,
પણ જમાનાના તમાચા ખાઇને
હસતા રહ્યાનું દર્દ કો' જાણી શકે?
ના કદી તું આવશે ને તે છતાં છું રાહમાં,
કોણ એનું રાજ પીછાણી શકે?
ભોગવું જે સુખ કે જે દુઃખને,
સભર છું ના, શુન્ય છું– માની શકે?
મનોજ જોશી
૯૮૨૪૫૪૩૪૯૭