માનવીય શોરબકોર થી આજે હું મુક્ત છું.
તમારું જ છતાં પણ પારકું હું તમારું શહેર છું.
યાદ નથી મને ક્યારે મેં શાંતિ ના શ્વાસ લીધા હશે.
આજે હું સુંદર શ્વાસયુક્ત છું.
પક્ષી ઓ ના કલરવ સ્પષ્ટ પ્રસન્ન ચિત્તે સંભળાય છે.
આજે હું સંપૂર્ણ પ્રદુષણ મુક્ત છું
રાહ જોવ છું માનવીય શિષ્ટાચારની
સાચું કહું હું પણ કહી શકું કે દોષ(કોરોના) મુક્ત છું.