#માઇક્રોફિક્શન
#માર_માટે_માં
નિશા દિપક ને જમવાનું પીરસે છે, દિપક નિશા ને કહે જમવામાં દહી નથી? તમને કીધું હતું ઓફિસ થી આવતા દહી લઈ આવજો, દિપક કહે ભુલી ગયો, માં ને ગોલૂ ટીવી જોતા હોય છે. દિપક માં ને કહે માં દહી લાવી આપોને, નિશા કહે માં ને શું લેવા મોકલો? ગોલૂ દહી લાવી આપશે, દિપક નિશા ને કહે કે ગોલૂ ટીવી જોવે છે તો માં દહી લાવી આપશે, દુકાન પર માં દહી લેવા જાય છે, નિશા ગુસ્સા થી દિપક ને કહે શું જરુર હતી આ ઉંમરે માં ને દહી લેવા મોકલવાની? દિપક નિશા ને કહે ડૉક્ટર એ માં ને ચાલવાનું કીધું છે, માં પોતાના માટે નહિ ચાલે પણ મારા માટે તો ચાલશે.
✍️ગીરીશ મકવાણા