હું સાચો તું ખોટો,
આ મારું આ તારું,
હું મોટો તું નાનો;
કેમ કરીને સમજશે માનવ?
હજી કેટલું પામવું છે ?
પામવાની દોડમાં ગુમાવશે માનવ.
સાચા ખોટા ની રેસમાં ઘણું ખોટું કરશે માનવ;
નાના મોટાની ભ્રમણામાં હજી કેટલો પામર બનશે માનવ?
પોતાને ઈશ્વર સમજવામાં ક્યાંક માનવ પણ નહિ રહે માનવ,
આ યાર્દચ્છિક જિન્દગીને કેમ કરીને સંતુલનમાં લાવશે માનવ?
#યાર્દચ્છિક