Gujarati Quote in Poem by Chhaya Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસ તો સમજયા ચિતરી શકાય,
સંબંધો ને ચિતરવા કેમ?
ચરણો તો ચાહો તેમ ચલાવી શકાય ,
સંબંધો ને ચલાવવા કેમ?
મહોરા માં ચહેરાે ચહેરા માં મહોરું,
સંબંધો ને ઓળખી શકાય કેમ ?
ઉપર તો ભીના ભીતર કોરા,
સંબંધો ને ઓળખવા કેમ?
પગલાં તો પારખી શકાય ,
સંબંધો ને પારખવા કેમ ?
ઝાકળ થી ઝીણા ને પાણી થી પાતળા ,
સંબંધો ને નિભાવીશકાય કેમ ?
પીંછા પકડવા થી પંખી ના પકડાય ,
સંબંધો ને પકડાવા કેમ ?
બાંધે તે બંધન થી ,પછી તોડે તે સંબંધ ,
સંબંધો ને સાચા મનાય કેમ ?
માણસ ને તો ફૃેમમાં મઢાય,
માણસાઇ ના સંબંધ ભુલાય કેમ ?

Gujarati Poem by Chhaya Shah : 111370278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now