Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં દરરોજ કપૂરનાં એક ટોટકાથી કાયમી દૂર થશે ગરીબી-પૈસાની તંગી

ધર્મ ગ્રંથોમાં એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને ભગવાનની પૂજામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન કપૂરનું છે. એવી માન્યતા છે કે, કપૂરને સળગાવીને આરતી કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. તેની સાથે કપૂર સળગાવવાથી ઘર-દુકાનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મર શક્તિઓ અને વાસ્તુદોષ દૂર થાય છે. તો આજે અમે તમને જણાવીશું કેટલાંક ખાસ ઉપાય, જેનાથી ઘરમાંથી હંમેશા માટે ગરીબી દૂર થાય છે.

સ્નાન કરવાનાં પાણીમાં ગંગાજળની સાથે કપૂર મિક્સ કરવું :

ખરાબ નજર અને ખરાબ સમયમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ સવારે ઉઠીને સ્નાન કરવાનાં પાણીમાં ગંગાજળની સાથે થોડું કપૂર મિક્સ કરવું. આ પાણીથી સ્નાન કરવું, સાથે દેવી-દેવતાના મંત્રો અથવા નામનો જાપ કરવો.

ઘરના દરવાજા પર કપૂરનું પાણી છાંટવું :

ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે દરરોજ સવારે સ્નાન કર્યા પછી ગંગાજળમાં કપૂર મિક્સ કરીને ઘરના મુખ્ય દરવાજા પર છાંટવું. આવું કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરે અને તમારા ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહેશે.

ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા :

સૂર્યાસ્તના સમયે ભગવાનની આરતીમાં કપૂર જરૂરથી સળગાવવું. કપૂરનો ધૂપ કરીને તેને આખા ઘરમાં ફેરવવો. આવું કરવાથી ભગવાની વિશેષ કૃપા તમારા ઘર ઉપર રહેશે.

બુધવારે કરો આ ઉપાય :

બુધવારે થોડું ઘી, કપૂર અને સાકરનું દાન કરવું. આ ઉપાયથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થાય છે.

બેડરૂમમાં પણ કપૂર સળગાવવું :

દરરોજ સવારે કપૂર સળગાવીને ભગવાનની આરતી કરવી તેના પછી થોડું કપૂર બેડરૂમમાં પણ સળગાવવું. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને પતિ-પત્ની વચ્ચે હંમેશા પ્રેમ રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111370227
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now