#સંબંધ
પડછાયાની પ્રતીતિમાં કે શમણાની યાદમાં,
તારા એ સંબંધની પરિપકવતા છે મનમાં,
કયા જન્મમાં ક્યારે મળીશું કોને ખબર,
આજના આ મમતમાં મને ખબર છે તું જ છે,
સાંજના સંગમની સરગમમાં તારી ઝલક છે,
તરતના આગમનની તૈયારીમાં ઢળકતી નજર છે,
કાયદાની નજરમાં તો તું પતિ છે,
પણ મારી નજરમાં તો તું મસ્તીની મહેક છે.