શું સંબંધ છે આ વાંસળીનો તારી સાથે,
જે હંમેશા તારા હોઠો પર સજેલી હોય છે
શું સંબંધ છે આ મોરપંખનો તારી સાથે,
જે હંમેશા તારા માથા પર ધારણ કરેલ હોય છે
શું સંબંધ છે આ ગાવળીનો તારી સાથે,
જે હંમેશા તારા સાનિધ્યમાં જ રાચતી હોય છે
શું સંબંધ છે આ કાળા કામળાનો તારી સાથે,
જે હંમેશા તારા શરીરે વિંટાયેલ રહે છે
શું સંબંધ છે મારો તારી સાથે,
તું સાથે નથી છતાંય રોમ રોમ તું જ વસેલ છે
- કિંજલ પટેલ (કિરા)
#સંબંધ