*વોટ્સએપ વિનાનો એક દિવસ*
📵❌📵❌📵
એક દિવસ પણ વોટ્સએપ વિનાનો....?!!
અકલ્પનીય,ખાલી
ખમ્મ અને તદ્દન સુનોસુનો....!!!
હું દુનિયાથી જાણે કપાઈ ગયો હોય એવું લાગ્યું...!
મારી સવાર જ ,સુંદર સવારના એ આલ્હાદક મેસેજોથી જ પડતી હોય એવું લાગતુ...!
નવા નવા ગ્રુપો, નવી નવી ઓળખાણો,
નવનવા સંબંધો સૌ આવી મળ્યાં વોટ્સેપ થકી...!
ન મળ્યાં રૂબરૂ ક્યારેય તોય અજબગજબની લાગણીએ બંધાતા સંબંધો ,કયાં જન્મનાં રૂણાનુબંધે આવી મળ્યાં વોટ્સેપ થકી...!
રોજ દુરદુર વિદેશમાં વસતા સ્નેહીજનો મિત્રો સૌને ,કેમ છો!
કહેવાતુ વોટ્સેપ થકી...!
રોજેરોજ મારા કાળજાનાં કટકા સાથે વિદેશમાં વાત થઈ શકતી વોટસેપ કોલ થકી...!
રોજેરોજ સુંદર ગીતો,ડાહી ડાહી વાતો,અલકમલકના સમાચારો મળતાં ,અઢળક માહિતીનો ખજાનો
જાણવા મળતો વોટ્સેપ થકી....!
રોજ નવા સ્ટેટસ મુકી આત્મષ્લાધામાં રાચતાં વોટ્સેપ થકી...!
તારાથી મારી પોસ્ટ ચઢીયાતી એ ભાવ પણ વોટ્સેપ થકી...!
કરો રોજ મઝા,ને કરો પારકી પંચાત પણ વોટ્સેપ થકી...!
તહેવારોની ઉજવણી,પ્રસંગોના આમંત્રણો ને જન્મદિનની શુભેચ્છાથી માંડીને મૃત્યુનો દીલાસો પણ મોકલાતો વોટ્સેપ થકી...!!
સૌથી સારો વફાદાર ને હાથવગો જીવનસાથી વોટ્સેપ...!!
ટાઈમપાસનું અભિન્ન સાધન વોટ્સેપ...!!
અગવડીયો ને સગવડીયો મિત્ર વોટ્સેપ...!!
ઘણાનું તો આજીવિકા રળવાનુ સાધન જ વોટ્સેપ...!!
એકલતાનો અખંડ સાથી ને ભાંગ્યાનો ભેરૂ છે વોટ્સેપ...!!
જો નેટવર્ક થાય એક દિવસ પણ બંધ....!!!
તો...
મારો આખો દિવસ જાય જાણે બેકાર,નકામો,નકારો,સુનકારો,ભેંકાર,બકવાસ અને તદ્દન સુનોસનો....!!
કાંઈક ખુટતું હોય એવું લાગ્યાં કરે...!!ગજબનો ખાલીપો વર્તાય મગજમાં,શરીરમાં અને ઘરમાં પણ...!!
ન સમજાય ,ન સહેવાય ને ન કોઈને કહેવાય એવો...!!
મને વોટ્સેપનું વળગણ,કહેતા ન કોઈ શરમ કે સંકોચ....!!
હવે તો માનવું જ રહ્યું વોટ્સેપ સમગ્ર સમાજનું ને મારા વ્યક્તિત્વનું અભિન્ન અંગ...!!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*