Gujarati Quote in Song by Rutambhara Thakar

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિભાગ :પદ્ય
શિર્ષક: *રંગોલ્લાસ*

હૈયાના હુલ્લારે ફાગણીયો ય ઝુમતો,
હું ય ઝુમતી ને મારા ઓરતા ય ઝુમતાં...!

હરખના હિલ્લોળે કેસુડો ઝુલતો,
વ્હાલાજીની યાદોમાં કેસુડો
પ્રેમ બની રંગાતો ...!

ફાગણી પુનમના વાગ્યાં છે ઝંકાર,
મેં તો રંગોની હેલીએ કીધા છે શ્રીંગાર...!

સખીયો સહુ લઈ સંગાથ,
ચાલને ભેરૂ રંગો લઈ હાથોહાથ...!

એકલતાના રંગ કાંળજુ કહેરે,
હોળીના રંગ દેખાતા મારા ચહેરે....!

દિલડુ મારૂ નાચતું અપરંપાર,
હાલને ભેરૂ રંગાઈ જઈએ આરપાર...!

રંગો થકી કરીએ દુર સૌ વ્યથા,
ચાલને ગાઈએ ભેગા થઈ નવી ગાથા...!

ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Song by Rutambhara Thakar : 111369896
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now