*વાયરસ*
વાયરસનું તો ભાઈ, એવું રે...!
એને ગંદકી અને રોગો જોડે લેણું રે...!
બેવડી ઋતુ એને જબરી ગમતી રે...!
વિષ તણો અણુ એ તો કણકણમાં વ્યાપ્ત રે...!
આબાલ-વૃધ્ધ સૌ એની પકડમાંથી ના બાકાત રે...!
અમીર ગરીબ એને મન સૌ કોઈ એક સમાન રે...!
ડોક્ટર જેવો ડોક્ટર બનતો એનો શિકાર રે...!
એ તો મોટા રોગોનો તેડાગાર રે...!
એ તો યમરાજ તણો મદદગાર રે...!
અમુક લોકો પણ વાયરસ સમ પ્રૃથ્વી ઉપર વ્યાપ્ત રે...!
વાયરસનો તો શોધાય ઈલાજ પણ વાયરસ સમ વ્યક્તિ લાઈલાજ રે...!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*