*હું કોણ?*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
કળીયુગમાં આપણે
થોડીક અમથી મદદ કરી નર્યો દેખાડો કરીએ છીએ,
દંભનો અંચળો ઓઢી ફરીએ છીએ,
મેં કર્યુ ,મેં કર્યુ ,હું ના હોત શું થાત....?!!જાણતા હોવા છતાં કે............
ધાર્યુ તો *ધણી* નું જ થાય તો પછી *હું કોણ?*
હું કરૂ હું કરૂ એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે....!
ઈશ્વર પણ મનુષ્ય રૂપે જનમ્યાં તો એમને પણ બધા દુ:ખ ભોગવવા પડયાં...!
શ્રીરામ,
શ્રી કૃષ્ણ,મોટા મોટા સંતો,મહંતો, મહર્ષિઓ,
સિધ્ધપુરૂષો અને મહાત્માઓ જો સંસારની અકળ લીલા - માયા ન જાણી શક્યાં ને એનો ભોગ અને ભાગ બન્યાં હતા તો આ બધામાંથી વિમુખ રહેનારો....
*હું કોણ?*
જીવો અને જીવવા દો નો મંત્ર આત્મસાત્ કરીએ...!
દરેક જીવમાં શિવ જોઈએ...!
સરળ અને સહજ બનીયે...!
હળવા ફુલ રહીએ...!
ઋતંભરા વિશ્વજીત
*-ઋત્વિશ્વ*