*કઈંક કરવું પડશે*
🤷♂️. 🤷♂️. 🤷♂️
તમે બોલાવો કાયમ,
ઘરેઆવો, ઘરેઆવો...!
જઈએ ત્યારે તમારા ઘરે મળે તાળું...!
તમે જ કો ઘરે
ક્યારે આવી મળુ...?!
તમારા આવા સ્વભાવને કેવી
રીતે કળુ....?!
આનું તો કઈંક કરવું પડશે...!
તમે વાતે વાતે શિખામણ આપો...!
આમ કરો ,
તેમ કરો...!
કોઇ આમને સમજાવો ભાઈ,
માણસે માણસે મતીર્ ભિન્ન...!
નથી એ કોઈ અલ્લાદીનનો જીન્ન..!
રહે કાયમ પોતાની
મસ્તીમાં લીન્ન..!
આનું તો કઈં કરવું પડશે....!
શિક્ષક છો ભણાવવામાં ધ્યાન આપો..!
પણ ના..,
વિદ્યાર્થીને કહે ઘરે ટ્યુશન આવો...!
સાહેબ, તમે જ શાળામાં સરખુ ભણાવો...!
શિક્ષક થઈને ખાવ છો માવો...?!
આનું તો કઈં કરવુ પડશે...!
આજની મમ્મી બાળકને બનાવવા
મથતી સુપરમેન..!
સવારથી સાંજ ન દેતી સહેજે ચેન...!
બાળક તો છે,
ઈશ્વરની દેન...!
બાળકને ય એની રીતે રમવા દેને બેન...!
જરાક સરખી ધરપત રાખને બેન...!
આનું તો કઈંક કરવું પડશે..!
સૌ કોઈ સમજતાં પોતાને મોટી તોપ...!
એમા ક્યારેક કરતાં સૌ મર્યાદાનો લોપ...!
એકાબીજા પર કરતાં
છીછરાં જ્ઞાનની થોપમથોપ,
મહેણાં ટોણાંની ઘોપમઘોપ...!
સૌથી પહેલા પોતાના બાળકોમાં જ કરોને સંસ્કારોના રોપ...!
આનું તો કઈંક કરવું પડશે...!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*