*આંસુ*
💧💦💧💦💧
આંસુ એટલે આંખનું ખારૂ પાણી,
વહેતું રે'તું એ તો સૌના દુ:ખ જાણી,
જ્યારે કોઈ બોલતું
સહેજે ય અવળ વાણી...!
કોઈ વહેતા ન શક્યું અશ્રુને ખાળી,
બોલજો સૌ સાથે શબ્દોને ગાળી,
મુકજો એના માટે મોંઢામાં જાળી...!
દિકરીઓના આંસુ તો જાણે મોતી,
ક્યાંય પણ જુવો દિકરીને રોતી,
તો વ્યથા કરાવજો એની છતી,
વાતો સાંભળજો
એ જે કે'તી,
આંખો ભલે રહે એની વે'તી...!
આંસુ એના દિલનો અમીરસ,
એને ક્યારેય
ન કહેશો,
હવે બસ...!
વહેવા દેજો...!
છલકવા દેજો...!
જડ બની એની આંખે ક્યારેય ન પહેરા દેજો,
સંજોગોની જડતાને
જળ બની વહેવા દેજો...!
આંસુની આંખો સાથે જુગલબંધી રહેવા દેજો,
મૌનની ભાષાને આંસુ સાથે કહેવા દેજો....!
એને અશ્રુના ઝરણાંમાં નહાવા દેજો,
જળ મીશ્રિત લાગણીઓનું ઘોડાપુર વહેવા દેજો...!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*