*૨૧ માર્ચ, વિશ્વ કવિતા દિવસ*
🥳🥳🥳🥳🥳*વિશ્વ,એક કવિતા*
કવિતા સાહિત્યનો
સૌથી લોકપ્રિય પ્રકાર,
વિશ્વમાં પણ અલગ
અલગ ભાષાએ કવિતાનો એકાકાર...!
નવયુગના નુતન આયામો થકી ચાલતો જમાનો,
વિશ્વ તણી સંસ્કૃતિથી વણાતો જમાનો...!
કવિતા સ્વદેશની સંસ્કૃતિનું કરતી વર્ણન,
કવિતા થકી જ વૈશ્વિકરણનું
નવલું દર્પણ ....!
કવિતાની હોય કોઈ બી ભાષા,
વિશ્વમાં સર્વને સ્વિકૃત,
સ્વિડન હોય કે હોય નાસા...!
વિશ્વતણી ધરતી ,
કવિતા થકી
ખુમારી ધરી,
હવે તો ઈન્ટરનેટ ને ઈ -કવિતાએ
ભારે કરી...!
કવિતા વિશ્વતણી ગમે તે ભાષા,ગમે તે દેશે,
એ જ લહેજત,એ જ ઈજ્જતે શોભે...!
કવિતાએ કવિઓનો પ્રાણવાયુ,
વિશ્વના કવિઓએ ગાયુ,
ને એમના થકી કવિતામય વિશ્વ રચાયુ....!
વૈવિધ્યતામાં સુંદરતા વધારતી વૈશ્વિક કવિતા,
કવિતા જ વિશ્વની ઉદભવિત્ લાગણીઓનું ભાષાંતર...!
એના થકી દેશાટનનું કમ થતું જતું અંતર...!
માટે જ *કવિતાનું એક અનોખુ વિશ્વ* ને ક્યારેક,
*વિશ્વ જ એક કવિતા*
હોય છે...!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
તા : ૨૧.૩. ૨૦૨૦