Gujarati Quote in Thought by Kinar Rana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સંબંધ

#march_effect
માર્ચ ઍટલે હિસાબોનો મહિનો. આખા વરસનાં જમા-ઉધારની ગણતરી આ મહિનામાં થાય. કોમર્સની આંટીઘુટીમાંથી પસાર થયેલું મારૂં મગજ પણ સળવળ થવા લાગ્યું.મને પણ મન થયું સંબંધોનું સરવૈયું માંડવાનું!
-શાંતીથી વિચારતાં કેટલાક સંબંધો તો 'ઘાલખાદ'ખાતે જ ઉધારવાના હતા😂
-કેટલાક સંબંધો નહીં નફો નહીં નુકશાનનાં ધોરણે એકસરખાં ચાલ્યાં આવતાં હતા, જેટલું રોકાણ તેટલું વળતર.
-કેટલાક એવા પણ હતા જેમાં ભૂતકાળમાં રોકાણના પ્રમાણમાં વળતર હતું પણ વર્તમાનમાં તો મોટી ખાધ દેખાતી હતી!
-કેટલાક સંબંધોમાં શરૂઆતમાં થોડો નફો દેખાતો હતો,પણ સમય જતાં એમાં પણ ઝીણી ફૂદડીવાળું *terms & condition apply દેખાણુ. એ છુપી અપેક્ષાઓ પર વિચારતાં એમાં ભવિષ્યની પાયમાલી દેખાઈ ગઇ..એટલે એ સંબંધ આકસ્મિક ખોટમાં ઉધારી દીધો.
-પાછલા વર્ષે whatsapp,facebook પર અણધાર્યા જૂનાં મિત્રો મળ્યા એને આકસ્મિક લાભ ખાતે જમા કર્યા.
-અને કેટલાક સંબંધો એવા પણ હતા કે જેમાં નજીવા રોકાણ સામે મબલખ વળતર મળ્યું હતું.
આ લેખાં-જોખાંને અંતે નક્કી કર્યું કે-
-ખોટનાં સંબંધોવાળો ધંધો બંધ કરવો,
-નહીં નફો નહીં નુકશાનવાળા સંબંધો અને ઘાલખાદમાં વધારે મહેનત ન કરવી.
-*ઝીણી ફૂદડીવાળાને તો દુરથી નમસ્કાર🙏
-અને જેમાં મબલખ વળતર મળે છે એના પર પુરતું ધ્યાન આપવું.

ચાલ, કબૂલ્યું મેં સંબંધોમાં
જમા-ઉધાર ન હોય,

તો કહો દુનિયાને પણ કે રમત
લાગણીની ન હોય!

✍️કિનાર રાણા

Gujarati Thought by Kinar Rana : 111369492
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now