હાશ ...પરિવાર જોડે આખો દહાડો વાતો કરવા મળશે . ન્યુઝ ચેનલમાં આવતા "જનતા કરફ્યુ"ના સમાચારો સાંભળી માજી ખુશ થતા હતા . એવામાં ટ્રીન... ટ્રીન... ટ્રીન... ઘરના ફોનની રિંગ વાગી, ઉંબરે મોબાઈલમાં મથતો પૌત્ર બા માટે ફોન લાવીને આપ્યો અને ફટાફટ તે ઉંબરે બેસી ગયો. ફોનમાં જોયું તો શાંતાબેન નો કોલ હતો. ઉપાડીને જયશ્રી કૃષ્ણ કહ્યા, સામેથી પણ બોલ્યા. હજુ માજી કઈ બોલે એ પેલા કહ્યું સાંભળ ને રમા .... મને છોકરાઓ એ એન્ડ્રોઇડ ફોન લઈ આપ્યો !! આ રવિવારે કઈક બધા "ઘરે" રહેવાના છેને !? કેવું સારું નૈ ? શાંતામાસી બોલતા ગયા પણ માજીનું ધ્યાન ઉંબરે બેઠેલ મોબાઈલ પર મશગુલ પૌત્ર જય પર જ રહ્યું......
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ