સ્ત્રીના પગમાં આ ખાસ નિશાન આપે છે પતિના ઉજ્જવળ ભવિષ્યના સંકેત
માનવ શરીર સૃષ્ટિની સૌથી અલગ રચના છે તથા એના વિશે શાસ્ત્રોમાં આપેલી જાણકારી એનાથી પણ અનોખી છે. આપણા શાસ્ત્રો, પુરાણો અને વેદોએ માનવ જીવનના દરેક સંભવ-અસંભવ રહસ્યો સુધી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જેના દ્વારા ભવિષ્યના પણ અનેક રહસ્યોની જીણવટથી સમજી શકાય છે. એવા જ એક શાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્યના હાવ-ભાવ, ચહેરો અને શારીરિક રચનાના આધારે અનેક રહસ્યોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જે મુજબ સ્ત્રીના પગ એમના પતિના ભવિષ્ય વિશે ઘણું બધું કહી જાય છે. તો આવો જાણીએ શું છે તે રહસ્યો.
શાસ્ત્રો અનુસાર :
દરેક સ્ત્રીના પગમાં કોઇ ખાસ નિશાન હોય છે, જે તેના પતિના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે. ઉપરાંત પગનો આકાર પણ એ બતાવે છે કે સંબંધિત સ્ત્રીનું દાંપત્ય જીવન કેવું રહેશે. આમ પણ પુરાણોમાં પતિ-પત્નીને એક-બીજાના પૂરક માનવામાં આવ્યા છે. આ વાતના આધારે કહેવામાં આવ્યું છે કે સ્ત્રી હોય કે પુરુષ, એના શરીર પર અમુક એવા નિશાન હોય છે જે તેના જીવનસાથી સાથે જોડાયેલા હોય છે.
પગના તળિયે બનેલું ચક્ર :
શાસ્ત્ર મુજબ જો કોઇ સ્ત્રીના પગના તળિયામાં ચક્ર, ધ્વજ કે સ્વાસ્તિકનું નિશાન હોય તો તેવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષને રાજ સુખ પ્રાપ્ત થાય છે. તે રાજાની જેમ જીવન વ્યતીત કરે છે અને તેની પત્નીને રાણીનું સમ્માન પ્રાપ્ત થાય છે.
પગના એક ભાગમાંથી જતી રેખા :
જો પગના તળિયેથી આંગળીઓ તરફ રેખા જતી હોય તો તે પતિ માટે શુભ કહેવાય છે. આવી સ્ત્રી પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે. એમને જીવનમાં સફળતા અને ખુશી પ્રાપ્ત થાય છે.