💞...હવે ઘરે બેસવાનું છે...💞
-----------------------------------------------
ચટાઈ કાઢો ને ધૂળ ખંખરો, હવે ઘરે બેસવાનું છે
કેરમ કાઢો પત્તા કાઢો , હવે ઘરે બેસવાનું છે
સાપસીડી ને કોડીઓ કાઢો , હવે ઘરે બેસવાનું છે
જુના ફોટો ને આલ્બમ કાઢો , હવે ઘરે બેસવાનું છે
ચોપડીઓ કાઢો વાર્તા કાઢો , હવે ઘરે બેસવાનું છે
રેડીઓ કાઢો ટેપરેકોર્ડર કાઢો , હવે ઘરે બેસવાનું છે
જુના કોઈના પત્ર કાઢો , હવે ઘરે બેસવાનું છે
થોડી મુખ પર હસી છાપો , હવે ઘરે બેસવાનું છે
મગજ ને જરા ઠંડુ રાખો , હવે ઘરે બેસવાનું છે
થોડો સમય નિરાંતમાં કાઢો , હવે ઘરે બેસવાનું છે
એક કલમ ને કાગળ કાઢો , હવે ઘરે બેસવાનું છે