#ઉદય
ઉદય અને અસ્ત તો ઉપરવાળા ના હાથ માં છે..
હરપળ માણસ તો વ્યસ્ત જોને દુનિયા માં છે..
કોઈ ચાહે કરે કેટલીય મિન્નતો બાર બાર છે..
પણ લાગણી ના આકાશ માં જોને શૂન્યવકાસ છે..
અપનાવી લીધી અવગણના પણ મેં જોને તારી ..
છતાંય દિલ માં એક રંજીશ ખૂણે ખૂણે વ્યાપ્ત છે..
તુતો ખુશ છે ઉદય થયો જાણે તારો જુદા થયી ..
પણ ભાવુ ની દુનિયા અસ્ત ને મન હજુ ઉદાસ છે..
તને શું કહું .? તારા જવાથી બધું અસ્તવ્યસ્ત છે..
ક્ષણિક સુખ ને પછી જિંદગી નો જોને અસ્ત છે..
ભાવુ જાદવ