સૂર્યનો થાય છે કયાં ઉદય કે અસ્ત
એ તો સતત પ્રકાશવામાં વ્યસ્ત.
પૃથ્વી ઘડીક ઘડીકમાં બદલે દશા
ને સર્જાય ઊગમણી આથમણી દિશા
મનુજ મનનું પણ છે ધરા જેવું
ઘડીક ઘડીકમાં પલટે પ્રવાહ એવું,
સુખનો છે ના ઉદય ના અસ્ત;
આપણે તો રહેવું આત્મભાનમાં વ્યસ્ત.
હર્ષદા છાયા
#ઉદય