ઓય સાજણ.....
તુ પ્રેમની વાતો ન કરે તો મને દુ:ખ ન થાય,
પણ તુ જે જીવનની ઘટમાળ મારી સાથે ચર્ચે એનુ મને સુખ છે....
તુ ક્યારેય મારા વખાણ ન કરે એનુ મને દુ:ખ ન થાય,
પણ તુ જ્યારે તારી આસપાસ બનતી ખુશીની વાતો વર્ણવે એનુ મને સુખ છે....
તુ ક્યારેય મારી પર ધ્યાન ન આપે એનુ મને દુ:ખ ન થાય,
પણ તુ કોઈના દુ:ખમા ભાગીદાર બને એનુ મને સુખ છે.....
એક નાનકડા જીવનમા હું તારા લાગતા અણદેખ્યા વ્યવહારમા મીઠો મારા માટેનો સંતાડેલો પ્યાર છે એનુ મને બહુ બહુ અનંત સુખ છે.
#ઉદય