શરીરના આ અંગો પર તલ હશે તો તમે થઈ જશો કંગાળ
તમે ભલે વધારે પૈસા કમાવતા હોવ પરંતુ તમારા આ અંગો પર જો તલ હશે તો સમજીલો કે તમારી પાસે ક્યારે પૈસા ટકશે નહીં તેમજ તમે ગમે તેટલા પૈસા કમાવતા હશો તો પણ તમારી પાસે પૈસા નહીં બચે. જો તમે બહુ મુશ્કેલીથી પૈસાની બચત કરી હશે તો પણ કોઈના કોઈ પ્રકારે તમારી પાસેથી પૈસા જતા રહેશે.
ડાબા ગાલ પર તલ હોય તો આવી વ્યક્તિ પાસે સંપતિ નથી ટકતી અને તેની બચત કરવી પણ બહુ મુશ્કેલ થઈ જાય છે. હોઠની નીચે તલ હોવાથી હંમેશા પૈસાની ખોટ રહે છે. જ્યારે હોઠની ઉપર તલ હોવાથી વ્યક્તિ હંમેશા કામવાસનામાં રહે છે.
ડાબી હથેળી પર તલ હોવાથી ઘન ખુટે છે. તેમજ બચતનો અભાવ રહે છે. જે વ્યક્તિના ડાબા પગ પર તલ હોય છે તેમને બિનજરૂરી ખર્ચા થાય છે તેમજ પૈસાની બચત નથી રહેતી.
હથેળીનાં ગુરુ પર્વત પર તલ હોય તો વ્યક્તિને પૈસાની કમી રહે છે. આવી વ્યક્તિનો જન્મ ધનવાન પરિવારમાં થયો હોવા તેને ગરીબીનો સામનો કરવો પડે છે. ડાબી ભ્રમર પર તલ હોય તે વ્યક્તિ ભોગવિલાસી હોય છે તેની પાછળ બધા પૈસા ખર્ચાય જાય છે. ડાબી સાઈડ બગલમાં તલ હોવાથી વ્યક્તિના બધા પૈસા બિમારીની પાછળ ખર્ચાય જાય છે.