Gujarati Quote in Blog by Hiral Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌞

I Love my Age &
what I have,,

*હા*, *હું પ્રેમ કરું છું..
મારી વધી રહેલી ઉમરને*,
*ગમી રહ્યું છે શાણપણ,
તો યે શરારત હું કરું છું*.

*કેટલીક જવાબદારીથી
મુક્ત થઈ ચૂકી છું*,
*બની બેફિકર મારી માટે
હવે હું જીવું છું*.

*શું વિચારશે કોઈ એની
હવે પરવાહ નથી*,
*શું કરવું છે હાંસિલ એ
હવે સમજી લીધું છે*.

*જીવી રહી છું મરજી
મુજબ ને ખૂબ મોજથી*,
*શોખને પાંખો આપી
આભ માં ઊંચે ઊંડું છું*.

*સફેદી વાળમાં આછી
ને કરચલી ચહેરે થોડી*,
*મારા સૌંદર્યને જાણે
વધારે ખીલવી રહ્યું છે*.

*જીવું છું સ્વમાનભેર ને
છું પ્રિય મિત્રોમાં*,
*બસ આટલી સંપત્તિથી
શ્રીમંતાઈને પોષતી રહી છું.*

😊

Gujarati Blog by Hiral Shah : 111366901
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now