શિક્ષણ વ્યવસ્થા પણ કેવા કેવા પાસામાં વહેંચાય ગયું છે,
ક્યારેક આવે છે કિસ્સા સામે પેપર ફૂટવાના, તો ક્યારેક સંભળાય વાત લાંચ લઈને પેપર લીક કરવાની,
શું આ પરીક્ષા સામે મહેનત આપણી આટલી વામણી હોય શકે?
ભૂલ જો આપણી હોય તો આપણે કઈ રીતે સરકારને દોષ આપી શકાય,
આખરે શાને કાજે થઈ રહ્યું છે આ બધું?
શિક્ષણ એ સમાજને સુધારવા માટે ભજવે છે મહત્વનો ભાગ,
પણ જો શિક્ષણ વ્યવસ્થા જ ખોરવાઈ જશે, તો સમાજમાં વધતા જશે દુષ્કર્મના કિસ્સા,
આ બધું અટકાવવામાં શિક્ષણ જ મહત્વનું છે,એ જ તો વિચારધારા બદલી શકે છે લોકોની,
પણ આપણે તો એની જ સાથે રમત રમી રહ્યા છીએ,
આખરે ક્યાં જઈને અટકશે આવી શિક્ષણ વ્યવસ્થા??
#પાસું