કોઈ એટલું મનને શાને ગમી જતું હશે?
એની નજર હટાવી લેવી ય અદા લાગે
કોઇ એટલું મલકતું શાને ગમી જતું હશે?
એનું આમ હસિ લેવું બધાં થી જુદા લાગે
કોઇ એટલું અમસ્તું શાને ગમી જતું હશે?
એનું આમ સાદું હોવું બધાંને ફિદા રાખે
કોઇ એટલું મનથી શાને ગમી જતું હશે?
એની એક ઝલક લેવા બહાને ઉભાં રાખે
કોઇ એટલું હૃદયમાં શાને વસી જતું હશે?
એની આમ હાજરી બધામાં વ્હાલી લાગે
કોઇ એટલું અંગત શાને બની જતું હશે?
એનું આમ હોવું રાજને નીખારી આપે.
#સંરેખિત