મજામાં છો ?
તમને દરેક વલણ માં જો હકારાત્મકતા દેખાય તો તમે મજામાં છો
કોઈ નિંદા કે ઈર્ષ્યાવૃત્તિ થી દૂર રહો છો ,તો તમે મજામાં
છો .
કોઈની યાદ આવે તો ફોટોગેલેરી માં સેવ કરેલા ફોટો જોઈ માલકાંઓ છો તો તમે મજામાં છો
કોઈના ચહેરામાં દેખાતું હાસ્ય જોઈ ખુશ થાઓ છો તો તમે મજામાં છો .
જેને તમે ચાહો છો તેનો ચહેરોઆંખો બંધ કરતા જ દેખાય તો તમે મજામાં છો .
તમારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે બધા જ નિયમો નું પાલન કરો છો તો તમે મજામાં છો .
આ વાંચ્યા પછી જો મલકાતાં હો તો ચોક્કસ તમે મજામાં છો .
[ કોરાના વાયરસથી ભય મુક્ત થવા માટે]
જય શ્રી કૃષ્ણ