ઘોષણા શબ્દમાં ભાર પણ એટલો અને પ્રમેની ઘોષણા કરવા હિંમત પણ જોઈએ એટલી...
હા, મેં એકવાર નહિ, અનેકવાર મારા પ્રમેની ઘોષણા કરી તારી આગળ, છતાં હજુ કંઈક ખૂટે છે, એટલે જ હજુ કબૂલાત નથી થઈ...
પરંતુ ના હું આશા છોડું છું ના હિંમત હારું છું,
કારણ કે પ્રેમ હું બસ તને જ કરું છું. અને કરતો રહીશ,
એ ના પૂછ ક્યાં સુધી ?
જ્યાં સુધી હૈયામાં હામ છે ત્યાં સુધી ?
આજે ફરી એકવાર ઘોષણા કરું છું...
#love_u_કેપ્ટન @શ્યામ
#ઘોષણા