વાત વાત મા કરી દીધી છે, મે આજે એક ઘોષણા,
જીવન મારું, નિર્ણય મારા, તું મને હવે રોકના,
કર્યું પાપ કે કર્યું પુણ્ય મે, એનો ઉત્તર તું શોધ માં,
તારી નજર ને તારો નજરીયો, તું મારી પર થોપ માં,
મારા દુઃખ કે મારા સુખ ની તું ચાવીઓ શોધ માં,
તારા કર્મો તારી પાછળ છે એ યાદ રાખ થોટ માં,
લે વાત વાત મા કરી દઉં છું, હું આજે એ ઘોષણા,
જીવન મારું, નિર્ણય મારા, તું મને હવે રોકનાં.
વાત વાત મા કરી દઉં છું, હું આજે એક ઘોષણા...
હું આજે એક ઘોષણા...
# ઘોષણા