ઝાંઝરના ઝંકારના ગીતો,
પ્રેમની એ અદ્ભૂત રીતો.
એના ગુલાબી ગાલ પર,
નૂપુર પહેરી ચાલતી ચાલ પર.....
એના માથાની બિંદીમાં
કે એના હાથની મહેંદીમાં....
એના શરાબી નયનમાં,
કેશ લહેરાતા ગગનમાં......
મારા ગીત નથી પ્રીત પર,
શબનમ સાજન ગીત પર....
મારા ગીત રક્તથી લથપથ છે,
મારા ગીત સરહદે વ્યસ્ત છે....
મનોજ સંતોકી માનસ