ચાંદ છે ચાંદની છે, પણ સિતારોની "મહેફિલ" નથી.
દોસ્ત છે દોસ્તી છે, પણ એ દોસ્તીમાં "હું " નથી.
તું છે હું છું, પણ એમાં "આપણે" નથી.
કલમ છે શાહી છે, પણ લખવાને "કાગળ" નથી.
સમય છે યાદ છે, પણ લખવા માટે "શબ્દ" નથી.
તમે છે મન છે, પણ જીવનની "ખુશી" નથી.
✍️હેત
#આનંદ