વાસના ભૂખ્યા રખડતાં કૂતરાં ઓ..... !
--------------------------------------------
'મા' શબ્દ બોલતાં જ લાગણીઓ નો ધોધ વહેવા માંડે. કવિ શ્રી ઓ, લેખકશ્રી ઓથી લઈને ઈશ્વરે પણ જેને શ્રેષ્ઠતા નું બિરુદ આપ્યું છે, જેનાં ગુણગાન ગાતાં આંખો ભીની થઈ જાય છે એવી 'મા'
જયારે પોતાની કુમળા હ્રદયની દીકરી ને તરછોડે , કમોતે મરવા માટે ત્યજી દે ત્યારે એની નિષ્ઠુરતા, લાચારી કે કોઈ વાસના ભૂખ્યાની નિર્લજ્જતા ને છુપાવવાની મજબૂરી , જે હોય એ પણ જયારે જન્મદાતા દયાહીન બને છે ત્યારે સર્જનહાર પણ ધૃજી ઊઠે છે.
પાષાણ હર્દયનાં પણ ધબકારો ચુકી જાય છે અને નિર્દયી 'મા'ને ફિટકાર નાં ભાવ સાથે, ધુત્કારી કાઢે છે.
જેણે કોઈ ગુનો જ નથી કર્યો એવી ફુલ જેવી કોમળ દિકરીને ત્યજી દેવાની ઘટનાઓ છાસવારે બની રહી છે, જે
તંદુરસ્ત સમાજ માટે ચિંતા નો વિષય છે. બની શકે કે વાસના ભૂખ્યા વરુઓ નો શિકાર બનેલી જનેતા બાળકને જન્મ આપ્યા પછી સમાજનાં ડરે બાળકને મરવા માટે ત્યજી દે, કદાચ હજીયે ઘણાં કુટુંબોમાં દિકરાને ઈચ્છવાની માનસિકતાને કારણે પણ 'મા' આવું પગલું ભરતી હોય, કારણ ગમે તે હોય, સંવેદનશીલ સમાજે ઉદાર તા દાખવી ' મા'ને ને આવા જઘન્ય કૃત્યો કરતાં અટકાવવી રહી. સ્ત્રી ઓએ પણ હિંમતપૂર્વક સામનો કરી આવાં રખડતાં વાસના મય કૂતરાં ઓની માનસિકતા ને બેનકાબ કરવીજ રહી.
હવે તો સમાજમાં પણ દિકરીઓ માટે સંવેદના વધી છે..... તો....!
ઈશ્વર ને પ્રાર્થના કે હ્રદય હલાવી નાખે આંખો માં આંસુ લાવી દે,એવાં નિર્દોષ દિકરીઓ ને ત્યજી દેવાનાં સમાચારો
સવાર સવારમાં વાંચવા ન મળે એવી સવાર દેજે !
આ લેખ મારા ગુરુજી એટલે કે મારા શિક્ષક અરુણ સર લિખિત છે. જેઓ સુરત ની શાળા માં મારા અંગ્રેજી વિષય ના ગુરુ હતા.અને હાલ પણ યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે .તેમને દિલ થી વંદન કરું છું.🙏🙏