પ્રકૃતિ ની સાથે તાલમેલ મિલાવ્યા વગર જીવતો ગયો બેફામ બેસુમાર
માત્ર પોતાના માટે વિચારતો ગયો કર્યા વગર પરવાહ કોઈની લગાર
એટલેજ આજ એક સૂક્ષ્મ પાસે આ સક્ષમ બની ગયો છે કેવો લાચાર
સારાનરસા નું રાખ્યા વગર ભાન કરતો ગયો અન્ય જીવો નો સંહાર
કુદરતી નિયમો ની વિરુદ્ધ નો અપનાવી લીધો જેણે પોતાનો આહાર
એટલેજ આજ એક સૂક્ષ્મ પાસે આ સક્ષમ બની ગયો છે કેવો લાચાર
નૈસર્ગીક બક્ષિશો નો દુરુપયોગ કરતો રહ્યો, કર્યા વગર ભવિષ્ય નો વિચાર
ના સાંભળ્યા વૃક્ષો ના નિકંદન ના ડુસકા અને દબાવી દીધો તેમનો ચિત્કાર
એટલે જ આજ એક સૂક્ષ્મ પાસે આ સક્ષમ બની ગયો છે કેવો લાચાર
હજુ કઈ બગડ્યું નથી, સમજી અને સુધરી ને કર તારું જીવન પસાર
હંમેશ ની માફક આ સમય પણ વહી જશે,કાલ ઉગશે સોનેરી સવાર
પછી નહિ થવું પડે ઓ માનવી, આમ એક સૂક્ષ્મ ની પાસે તારે લાચાર
©અનુજા ના અંતરેથી