દોરંગી દુનિયાનો આ માણસ, મોઢામાં રામ છે,
શરમાઈ જાય છે રાવણ એવા એના કામ છે.
લડી જાય છે નાની નાની બાબતમાં લોકો બધા,
મરે છે નિર્દોષ પ્રજા અને ધર્મનું કત્લમાં નામ છે.
તમે તમારા સત્તા પ્રાપ્તિના સાધવા ન આવતા,
મહેસુફ છે આ જે અમારા ભાઈચારનું ગામ છે.
લડી પડ્યા બધા એક નેતાના ઈશારા પર મિત્ર,
પ્રજાના રક્તનો નેતાના હાથમાં રક્તનો જામ છે.
નથી કુરાન વાંચી કે નથી તે ગીતાનું અધ્યન કર્યું,
રાખી કટ્ટરતા દિલમાં બસ એનો આ અંજામ છે.
"મનોજ" લખી રહ્યો છે હંમેશા એ વિવાદો પર,
સન્માન થયા હજુરીયાના, "મનોજ" બદનામ છે.
મનોજ સંતોકી માનસ
#કામ