વાર પ્રમાણે નક્ષત્રોની શુભાશુભતા
સપ્તાહના દિવસ પ્રમાણે કયુ નક્ષત્ર સારુ કે ખોટુ તે જાણો
રવિવારઃ અશ્વની, મુલ, પુષ્પ, હસ્ત , ઉત્તરા ફાલગુની ,ઉત્તરષાઢા, ઉત્તર ભાદ્રપદ આ સાત નક્ષત્રો સારા થાય છે.પરંતુ જો રવિવારે મઘા, ભરણી, અનુરાધા,જેષ્ઠા અને વિશેખા નક્ષત્રો હોય તો સારા ફળદાયક નહી.પરંતુ જો સપ્તમી અને બારશ આ બન્ને તિથિ અશુભ ફલ દાયક.
સોમવારઃ સોમવારે શ્રવણ, અનુરાધા , પુષ્પ, મૃગશિરા આ પાંચ નક્ષત્રો શુભ છે. પણ જો અગિયારસના દિવસે આ પાંચ માંથી કોઈ નક્ષત્રની અશુભ લાગે છે .પુ.ષા., ઉ.ષા., ચિત્રા અને વિશાખા નક્ષત્રો અશુભ ફળ કારક છે .
મંગળવારઃ કૃતિકા, અશ્વિની, આશ્વલેષા, મુલ, ઉ.ભા નક્ષત્રો શુભ થાય છે.મંગળવારને દસમ હોય તો અશુભ બને છે . ઉત્તરષાઢા, ઘનિષ્ઠા, શતભિષા, પુ. ભાદ્રપદ અને આદ્રા નક્ષત્રો અશુભ થાય છે .
બુધવારઃ પુષ્પ, હસ્ત, મૃગશિરા, રોહિણી, કૃતિકા, અનુરાધા નક્ષત્ર શુભ છે. જ્યારે પ્રતિપદા અને નવમી તિથિ અશુભ થાય છે. ઘનિષ્ઠા, ભરણી, અશ્વિની, અને રેવતી નક્ષત્રો અશુભ ગણાય છે .
ગુરૂવારઃ અશ્વિની,અનુરાધા, પુનર્વસુ, રેવતી અને પુષ્પ નક્ષત્રો શુભ મનાય છે . પરંતુ આઠમે આ નક્ષત્રો અશુભ ફળ આપે છે .શતભિષા, રોહણી, મૃગાશિષ, આદ્રા, ઉત્તરા ફાલ્ગુની અને કૃતિકા નક્ષત્રો અશુભ મનાયા છે .
શુક્રવારઃ રેવતી, અશ્વિની, પુર્વા ફાલ્ગુની શ્રવણ ઉત્તરષાઠા અને અનુરાધ શુભ થાય છે પણ જો સપ્તમી હોયતો અશુભતા વધે છે. પુષ્ય, આશ્વલેષા, મઘા, રોહીણી અને જ્યેષ્ઠા આ નક્ષત્રો અશુભ થાય છે..
શનિવારઃ રોહીણી, શ્રવણ, સ્વાતિ, અને શતભિષા નક્ષત્રો શુભ થાય છે. પરંતુ ઉ.ફા, હસ્ત, ચિત્રા, પુર્વષાઠા, ઉત્તરષાઠા, અને રેવતી નક્ષત્રો અશુભ થાય છે . પણ આ દિવસે છઠ્ઠ હોયતો અશુભ થાય છે.
રવિવારે પ્રતિપદા, છઠ્ઠ અથવા બીજ આ બે તિથિમાંથી કોઈ પણ તિથિ શ્રેષ્ઠ ગણાય છે. સોમવારે અષ્ટમી, પંચમી પ્રતિપદા હોય મંગળવારે ચતુર્થી, સપ્તમી અને અષ્ટમી , બુધવારે છઠ્ઠ, તૃતિયા અને અષ્ટમી, ગુરૂવારે ચોથ, છઠ્ઠ, પ્રતિપદા અને અષ્ટમી અને શુક્રવારે પ્રતિપદા છઠ્ઠ અને નોમ હોય શનિવારે આઠમ, ત્રીજ, પંચમી અને સપ્તમી હોય તો શ્રેષ્ઠ હોય છે .
અંધ , મંદ, મધ્ય, સુલોચન નક્ષત્રો અને તેનુ ફળ
અંધ નક્ષત્રો
રોહીણી, પુષ્ય, ઉ. ફાલ્ગુની, રેવતી વિશાખા, પુર્વ ષાઢા, ઘનિષ્ઠા
આ નક્ષત્રો મધ્ય ફલ દાયક,.
મંદ નક્ષત્રો
મૃગશિરા, આશ્વલેષા, હસ્ત, આશ્વની , અનુરાધા, ઉ.ષા., શતભિષા
ફળ ઃ સખ્ત મહેનત થી આગળ વધાય ..
મધ્ય નક્ષત્રો
આદ્રા, મઘા ચિત્રા, ભરણી, જેષ્ઠા, અભિજિત, પુર્વ ભાદ્રપદ
ફળ - ખુબજ મહેનત કરવા છતા ફળ ન મળે
સુલોચન નક્ષત્રો
પુનર્વસુ, પુર્વા ફાલ્ગુની , કૃતિકા સ્વાતિ, મુલ, શ્રવણ, ઉ. ભાદ્રપદ
ફળ મધ્યમ ફળ . પણ અમુક ચરણ ખરાબ ફળ આપે .
દરેક નક્ષત્ર ના ચાર ચરણ હોય છે . ચરણ પણ ફળ આપવામાં મહત્વનો ફાળો આપે છે
શુભમ ભવતુ