પેન લઈ હાથ થી તલવાર ગુમાવી બેઠો છુ
આ સમયે "દરબાર" ...હું મારુ "રજવાડું" ગુમાવી બેઠો છુ..
હજી ક્ષાત્ર વટે સાચવી ને રાખ્યો છે
ભલેને વટ ને વીરતા ગુમાવી બેઠો છુ
તમે ભલે ખૂબ ફાવ્યા લોકશાહી મા
હુ મારા અંદર ની રાજાશાહી ગુમાવી બેઠો છુ
માતાજી તો સાથે ત્યારે હતા ને આજે પણ છે
હુ મારી નેક ને ટેક ગુમાવી બેઠો છુ
પા"ઘડી જીવ્યા પૂર્વજો અમારા
હુ પાઘડી પણ ગુમાવી બેઠો છુ
ક્ષાત્ર વટ સંસ્કૃતિ ની રક્ષણ માટે પાળીયા થયા પૂર્વજો મારા
હુ એ પાળીયે ચપટી સિંદુર ની સમજણ ગુમાવી બેઠો છું
થાય છે કે એક દુહે કવિરાજ ને દઈ દઉ ગામ ના ગામો
પણ શું કરુ? " દરબાર" હું મારુ "રજવાડું" ગુમાવી બેઠો છુ..