📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
*
🌷*સોનેરી સંગાથ*🌷
મને બસ તારો સોનેરી
સંગાથ જોઈએ છે
આભે ઉડવાને પાંખ જોઈએ છે
હાથ માં તારો હાથ જોઈએ છે
જીવન ભર નો સંગાથ જોઈએ છે
ફૂલ બને તું
તો સુવાસ હું બનું
દરિયો બને તું
તો હું લહેર બનું
આમ જોઈએ મને સદા તારો સોનેરી સંગાથ
વાદળી બની વરસી રહી છું
પરંતુ સરિતા બની સાગર સુધી પહોંચવા
મને તારો સંગાથ જોઈએ છે
યાત્રી બની મઝધારે ભટકી રહી છું
પરંતુ સાહિલ સુધી પહોંચવા મને તારો સંગાથ જોઈએ છે
રાહી બની ભટકી રહી છું
પરંતુ મંઝિલ સુધી પહોંચવા મને તારો સંગાથ જોઈએ છે
શબ્દ બની કિતાબો ના પાના પર સંતાઈ રહી છું
પરંતુ કાવ્ય બની સફળતા ના આકાશ માં ઉડવા
મને તારો સંગાથ જોઈએ છે
પથ્થર બની લોકો ની ઠોકર ખાઈ રહી છું
પરંતુ મુરત બની
તુજ હૃદય માં સ્થાપિત થવા
મને તારો સંગાથ જોઈએ છે
આ જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી મને તારો
સોનેરી સંગાથ જોઈએ છે
🌹મિનાઝ વસાયા🌹