Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝાડૂ સંબંધિત આ વાતોને ભુલશો તો ક્લેશ અને દરિદ્રતા કરી દેશે પરેશાન

ઘરમાં આ વાત તમે અનેકવાર સાંભળી હશે કે ઝાડૂને ક્યારેય ઊભુ કે ઉંધુ ન રાખવું. આમ કરવાથી ઘરમાં ક્લેશ થાય છે. આ ઉપરાંત ઝાડૂને પગ ન મારવો જોઈએ જેવી સલાહ માતા પાસેથી કે પછી વડીલો પાસેથી તમે સાંભળી હશે. કારણ છે કે સાફ-સફાઈના કામમાં આવતી આ સામાન્ય વસ્તુનું ખાસ મહત્વ હોય છે. જેવી રીતે પૂજા-પાઠ, વાસ્તુ અને અન્ય શુકન અપશુકનનું ધ્યાન રાખવામાં આવે છે તેવી જ રીતે ઝાડૂ સંબંધિત કેટલીક વાતો અને નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ઝાડૂ સંબંધિત અનેક વાતો તમે સાંભળી હશે પણ આ ખાસ નિયમો વિશે તમે આજ સુધી જાણ્યું નહીં હોય. જાણી લો આજે અને થઈ જાવ સચેત જો તમે પણ કરતાં હોય ઘરમાં આવી ભુલ તો.

સાંજ પછી ઘરમાં ક્યારે ઝાડૂ ફેરવવું ન જોઈએ. જો ઝાડૂ કરવું જરૂરી હોય તો કચરો વાળી એક તરફ કરી દેવો.
– ઘરમાંથી કોઈ બહાર ગયું હોય અને તેની પાછળ તુરંત જ ઝાડૂ ન કરવું. આમ કરવાથી અશુભ ફળ મળે છે. આમ કરવાથી બહાર જનાર વ્યક્તિના કામમાં વિધ્ન આવી શકે છે.
– ઝાડૂને એવી જગ્યાએ ન રાખવું કે તે કોઈના પણ પગમાં વારંવાર આવે. ઝાડૂને પગ વાગવાથી માતા લક્ષ્મી રીસાઈ જાય છે.
– ઝાડૂ કે સાફ સફાઈની કોઈ પણ વસ્તુ મુખ્ય દરવાજાની સામે જ ન રાખવી. આવી વસ્તુઓ એવી જગ્યાએ રાખવી કે જ્યાં કોઈની નજર ન પડે.
– ઘરની બહાર કે અગાસી પર પણ ઝાડૂ ન રાખવું. આમ કરવાથી ઘરમાં અઘટિત ઘટના બનવાની શક્યતા વધી જાય છે.
– ઘરમાં નાનું બાળક ઝાડૂ હાથમાં લઈ સફાઈ કરે તો ઘરમાં મહેમાન આવે છે.
– નવા ઘરમાં જવાનું થાય ત્યારે જૂની સાવરણી સાથે ન લઈ જવી. નવા ઘરમાં નવી સાવરણીનો જ ઉપયોગ કરવો.
– સપનામાં હાથમાં ઝાડૂ પકડેલી કોઈ વ્યક્તિ જોવા મળે તો સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111348931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now