*🌺🍃 સત્ કૈવલ સાહેબ 🍃
*દિવ્ય પરમગુરુ* કહે છે કે, સમસ્ત સૃષ્ટિના સર્વ અંશોને ઉત્પન્ન કરનાર છેવટે તે *કૈવલ સરજનહાર* છે. અને જેના *ચિંતવનથી સ્થાવર તેમજ જંગમ જાતિના જીવો ઉત્પન્ન થયા* છે તે જ *સૃષ્ટિના સાચા સરજનહાર રુપ કૈવલ કર્તા* છે.
*દિવ્ય પરમગુરુ* કહે છે કે, હું સાચે સાચું કહું છું કે અનેક પ્રકારની વાણીથી પર આવેલા *મારાં વચનો સર્વથી શ્રેષ્ઠ* છે. એવા મારાં શ્રેષ્ઠ વચનોને હમણાં તમે ( વિશ્વના માનવો ) નહી માનો તો તમારે પાછળથી પસ્તાવું પડશે.
*દિવ્ય પરમગુરુ* જગત ના સાચા સર્જનહાર થી અજાણ રહેલા આ વિશ્વનાં માનવોને ઉપદેશ કરીને જગત તારણહાર એવા સૃષ્ટિ ના સર્જનહાર *કૈવલ કર્તા* ની જાણ્ય કરાવે છે. આ વિશ્વ બાદલી ઉપાસના માં ભૂલા પડી પોતાનું જીવન વ્યર્થ માર્ગે ગુમાવી દે છે, માટે *દિવ્ય પરમગુરુ ના અનમોલ શ્રેષ્ઠ વચન* ને આજ્ઞા માની સ્વીકાર કરીને *દિવ્ય પરમગુરુ ની જ ઉપાસના શ્રેષ્ઠ* હોય એમના વચનને પળેપળ સ્મરણ આપણને આ મનુષ્ય દેહે રહેવું જોઈએ. તો આપણું આ વિશ્વમાં કલ્યાણ થાય.
*🌼💐 સત્ કૈવલ સાહેબ 💐🌼*