Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેના હાથમાં બને આવું નિશાન તો થાય અચાનક ધનલાભ

હથેળી પર બનતું આ ચિહ્ન વ્યક્તિના ભાગ્ય વિશેનું રહસ્ય ખોલે છે. જેની હથેળીમાં આવું નિશાન હોય તેને અચાનક ધનલભ થાય છે. હથેળીમાં રેખાઓ સિવાય પણ બીજા અનેક પ્રકારના ચિહ્ન જોવા મળે છે. જે વ્યક્તિના ભાગ્ય તરફ ઈશારો કરે છે. આજે આપણે એવા જ ચિહ્નો વિશે વાત કરીશું જેના વિશે તમે ખાસ નહિં જાણતા હોય, કે જેનો સંબંધ ધનલાબ સાથે છે.

જો કોઈના હાથમાં હૃદય રેખા, ભાગ્ય રેખા અને સૂર્ય રેખાને મળીને ત્રિભૂજ(ત્રિકોણ)નો આકાર બનતો હોય તેને જીવનમાં સમયે સમયે અચાનક ધન લાભ થાય છે.

જો હથેળીમાં ગુરુ પર્વત પર ચોરસનું નિશાન હોય તો પણ વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે. જેની હથેળીમાં આવું ચિહ્ન હોય તે નાની ઉંમરમાં ધનવાન થાય છે.

જો જીવનરેખાના આખરી છેડા પર પણ જો ચોરસનું નિશાન હોય તો આવી વ્યક્તિને અચાનક ધનપ્રાપ્તિ થાય છે. જેના હાથમાં આવું ચિહ્ન હોય તે દરેક કામમાં સફળતાની ઉંચાઈએ પહોંચે છે.

જો કોઈની હથેળીમાં મણિબંધથી શરૂ થઈને રેખા બુધ પર્વત પર એટલે કે સૌથી નાની આંગળી તરફ જતી હોય તો તેને જીવનમાં પૈસાની કમી ક્યારેય નથી હોતી. જો હથેળીમાં આવી રેખા હોય તો વ્યક્તિને ધનવાન થવાનો યોગ ચાલીસ વર્ષ પછી હોય છે.

જે વ્યક્તિના હાથમાં રથનું નિશાન બનતું હોય તે વ્યક્તિ બહુંજ ભાગ્યશાળી હોય છે. એવું નિશાન બહું ઓછા લોકોના હાથમાં હોય છે. પણ જેના હાથમાં આ નિશાન હોય છે તે કોઈ શહેર કે નગર, રાજ્ય કે દેશનો રાજા બને છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111346678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now