Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Interesting Facts About Fad Of Sages

શું હોય છે સાધુઓની ધૂણી? જાણો મહત્વ અને રોચક હકીકતો!

સાધુઓ સાથે જોડાયેલી કેટલીક એવી વસ્તુઓ છે જે હંમેશા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે જેમકે, સાધુઓ દ્વારા પ્રગટાવવામાં આવેલી ધૂણી. આ ધૂણી સાધુઓની જીવનશૈલીનો અતૂટ ભાગ છે. તેની સાથે સંકાળાયેલા કેટલાંક તથ્યો પણ છે જે સામાન્ય માનવી નથી જાળતા. આજે અમે આ લેખમાં તમને સાધુઓની ધૂણી વિશે અમુક ખાસ વાતો જણાવી રહ્યા છે જે નીચે પ્રમાણે છે.

- કોઈ પણ સાધુ દ્વારા પ્રગટાવવામાં આવેલી ધૂણી કોઈ સામાન્ય આગ નથી હોતી. તેને સિદ્ધ મંત્રોથી શુભ મુહૂર્તમાં પ્રગટાવવામાં આવે છે. કોઈ પણ સાધુ તેને એકલાં હાથે પ્રગટાવી નથી શકતા. તેના માટે તેમના ગુરૂનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. ગુરૂની આજ્ઞાથી જ ધૂણી પ્રગટાવવામાં આવે છે.

- ધૂણી હંમેશા પ્રગટેલી રહે તેની જવાબદારી તે સાધુની હોય છે. જેના લીધે તેને હંમેશા ધૂણીની આસપાસ જ રહેવું પડે છે. જો કોઈ કારણોસર સાધુએ ક્યાંય જવું પડે તો તે સમયે ધૂણી પાસે તેનો કોઈને કોઈ શિષ્ય રહેતો જ હોય છે.

સાધુ પાસે જે તાર હોય છે તે વાસ્તવમાં ધૂણીની સેવા માટે હોય છે. એ તારનો કોઈ અન્ય ઉપયોગ કરવામાં આવતો નથી. આ જ તારથી ધૂણીની આગને વ્યવસ્થિત કરવામાં આવે છે. નાગા બાવાઓમાં એવી માન્યતા છે કે જો કોઈ સાધુ ધૂણી પાસે બેસી કોઈ વાત કરે છે અથવા કોઈ આશીર્વાદ આપે છે તો તે ચોક્કસ પૂરો થાય છે.

- નાગા સાધુઓની લગભગ આખી જિંદગી આ જ ધૂણીની આસપાસમાં પસાર થાય છે. જ્યારે તેઓ કોઇ યાત્રા કરે છે ત્યારે તેમની સાથે ધૂણી નથી હોતી, પરંતુ જેવા તેઓ કોઈ સ્થાને રોકાય છે સૌથી પહેલાં તેઓ ધૂણી પ્રગટાવવાનું કાર્ય કરે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111346666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now